ઠેક છેક
પાતાળે પરબારી વાગી
રે હિંડોળે હીંચું
શેષશાયી ભાગ્યા
કાંઈ શય્યાને ત્યાગી રે હિંડોળે
હીંચું
સાથે સહુ
દિશાઓ રુમઝુમવાં લાગી
રે હિંડોળે હીંચું
સાત સાત
સમદરને ઉર ફાળ જાગી
રે હિંડોળે હીંચું
અમથા
એક્ ઠેલામાં જઈ પહોંચે ડહોળવાને આકાશી
વ્હેણ
કોણ પગ-અંગુઠા
જેવું બડભાગી રે
હિંડોળે હીંચું
મેઘને ઝૂલાવે
છે ગોરંભો, એમ
ખમ્મા ! જીવને શરીર
ક્યાંથી શરીર
તમેં સુખ લાવ્યા
માગી રે હિંડોળે
હીંચું
ઝૂલવાના ઝાડ
ઊગે મારામાં, કિચૂડતો
એનામાં નાતો
બાઈ
! એકબીજાના બેઉં
અનુરાગી રે હિંડોળે
હીંચું
અરે !
આ તે કે વી અણજાણ કોઈ
ઋતુનો નમણો વળાંક
અંદરથી ઊભરતાં
ગીત મહાફાગી રે
હિંડોળે હીંચું
જુગ જુગ
જીવો એ જીભલડી : ઝૂલણાને લયભર
લડાવ્યા
રાગ-થાટ ગૂંથીને
ભેળા બિહાગી રે
હિંડોળે હીંચું