કોઈ બોલે છે, તો કોઈ
સાંભળે છે
તે છતાં ક્યાં
કોઈને કોઈ મળે છે ?
છેક મનનાં મૂળમાં
જે ઓગળે છે
એ જ
કૂંપળ જેમ ફૂટી નીકળે છે
સુખનું સામ્રાજ્ય
ચાલે પાંસળીમાં
‘ને પીડાઓ આંગળીથી
ઉખળે છે
સ્થિર
થઈ બેઠા છે એ આજે, પરંતુ
સો તરફ
એના જ દીવા ઝળહળે છે
આમ તો
બુઝૂર્ગ છે એ શખ્સિયત પણ
લોહીમાં
તો આગિયાઓ સળવળે છે
ઓથમાં
છૂપાઈ રહ્યા છે તણખલાની
આખ્ખુયે
બ્રહ્માંડ જેના પગ તળે છે
રાતના
અજવાસ, અંધારા દિવસના
આંખ મીચાયા પછીથી ઝળહળે છે