આવતા ‘ને
જતા સાદ પાડીને
બોલાવતાં સ્થળ વિશે
ચાલ !
લખીએ ગઝલ ભાસ-આભાસની ઝાંખી ઝળહળ વિશે
લાખ
યત્નો પછીથી ય ક્યાં સાંપડી
ભાળ અનગળ વિશે
અબઘડી,
અબઘડી કરતાં છટકી જતું વેંત-આંગળ
વિશે
એક કૂમળી કળી બ્હાવરી
બ્હાવરી
પૂછતી ફૂલને –
કેમ પ્હો ફાટતાં
લગ નથી ખત-ખબર કોઈ ઝાંકળ વિશે
કોઈ નક્કર હકીકત
વિના આમ કૈં
ભાગી છૂટે નહીં
દોસ્ત !
કાં સાવ ખોટું બતાવે છે તું
બહાનું અંજળ વિશે ?
જેવું જે ચાહશે તેવું તે પામશે, પાત્ર અદભૂત
છે-
રાખી શ્રદ્ધા
ભરી જો જરા અંજલિ,
રસની તાંસળ વિશે
જીવ ! મોકો મળ્યો
છે તો આકાશમાં ચાલને ઉડીએ !
કોણ
જાણે પછી ક્યારે ‘ને
ક્યાં મળીશું આ ભૂતળ
વિશે
ક્યાંથી
આવી ચડ્યાં આ અવાજોના ધૂસર નર્કાગારમાં ?
કોણ સમજાવે અહીં, નાદ-નર્તન વિશે; ભેર-ભૂગળ વિશે ?