તારી વયને નહિ ગ્રહણ લાગે
આગ છે તું
તને મરણ લાગે ?
સ્મિત તો ભીતરી સ્રવણ લાગે
હોઠ પર રમતું આભરણ લાગે
જળનું તળથી ધ્રુવીકરણ લાગે
આભ વરસે ‘ને આક્રમણ લાગે
વસ્તુ હરએક ‘ગોલ્ડફીશ’ જેવી
મારી વૃત્તિ ય
ખારવણ લાગે
કેમ આપું હિસાબ
મનગમતા ?
જ્યાં સ્વગતમાં જવું કઠણ લાગે
એ
કહે, કારવે; બધું
લીલા
હું સહજ
ચાલુ, ગોઠવણ લાગે
લાખ સચ્ચાઈ, જૂઠ
ટીપું એક્
ક્ષીર-સાગરમાં
મેળવણ લાગે