ન્યુજર્સીમાં આદિલજીને કેવાં કેવાં સપનાં આવે !
એક્ બપોરે આંખ મળી ત્યાં ભાળ્યું અમદાવાદ
શહેર
ધુમાડે ઢંકાયેલું, પથ્થરનો
વરસાદ
એક જ સૌનાં ચહેરે તણાવ,સૌની સરખી રાવ
આ કાંઠે
દિ’ આથમતા ઓ કાંઠે ચડતો તાવ
ગુજરાતી
ભાષામાં વાંચે દાઢીધારી
લાશ
મનહર મોદી ‘હલ્લો’ કહે ‘ને હૈયે વળતી હાશ
ધૂળ વતનની વ્હાલી કરતાં ચડતું મન ચકરાવે !
ન્યુજર્સીમાં આદિલજીને નિત નિત સપનાં આવે !
સ્ટેબિંગધર્મી
ધધૂપપૂઓ રે ! ખંજરની ખેતી
સુક્કીભઠ્ઠ
સાબરની રાતુંચટ્ટાક ભીંજે
રેતી
ફરે સ્તબ્ધતા પહેરી ઢાલગર નાકે નિજની આંખ
એ..ચાચા, એ..ભાઈ મને દો માણસપણાની સાખ
આ ટોળું, આ જૂલુસ, આ તો એ અને આ એઓ
વચ્ચે કવિ
કરજોડી ઊભાં કોણ લૂછે પરસેવો
સ્વયં
જુલાહાવંશી થઈને શબદ-રવેણી ગાવે
ન્યુજર્સીમાં આદિલજીને વિધવિધ કેવાં સપનાં આવે !
ન્યુજર્સીમાં આદિલજીને વિધવિધ કેવાં સપનાં આવે !