અમસ્તું જ એવાં ઘણામાં રૂપાન્તર થતું
અકળનું ઘણી ધારણામાં રૂપાન્તર થતું
અચાનક બધાં દૃશ્ય ઉડીને આવે કને-
અને આંખનું બારણામાં રૂપાન્તર થતું
અનાયાસ થંભી જતા એ જગા પર ચરણ
અકારણ પરિચિતપણામાં રૂપાન્તર થતું
અવિરત જતો જાય છે હાથ ઊંડે હજુ.....
અતળનું ખટકતા કણામાં રૂપાન્તર થતું
અસ્થિગંધ ભળતી ધુમાડામાં અસ્તિત્વના
અનલનું પછી તાપણામાં રૂપાન્તર થતું
No comments:
Post a Comment