પરચો બતાવશે પછીથી પીર થઈ જશે
આખું શરીર દુઃખની જાગીર થઈ જશે
સંવેદનાના શસ્ત્રને હો બા-અદબ સલામ
એ આંખ ઊંચકશે ‘ને તીણું તીર થઈ જશે
કિનખાબી ભૂતકાળનો પડદો પડે અને
સૌ પાત્ર રંગમંચનાં દિલગીર થઈ જશે
મસ્તિષ્કમાં સભા ભરી બેઠેલ સંસ્મરણ
પ્રત્યેક મારા શબ્દની તાસીર થઈ જશે
નિર્જન બપોરવેળ જેવા મનની ડાળ પર
તારા વિચારમાત્ર કોયલ-કીર થઈ જશે
ભાંગેલ ભીંત શી અવસ્થાની અણીએ તું
આધાર આપશે અને અકસીર થઈ જશે
No comments:
Post a Comment