Tuesday, 13 March 2012

ગુપ્ત રાખ્યું છે

કહ્યું   એથી   વધારે   ગુપ્ત    રાખ્યું  છે
બધુ  ઘરમાં  છે,  દ્વારે ગુપ્ત    રાખ્યું  છે

હકીકત    છે  ''કારે   ગુપ્ત   રાખ્યું  છે
પ્રથમ પળથી જ પ્યારે ગુપ્ત રાખ્યું  છે

ઘડ્યાં મનમાં 'ને મનમાં લાખ મનસૂબા
પ્રકટ   કહેવામાં   ભારે ગુપ્ત રાખ્યું  છે

રહસ્યો  તળનાં જાણી  લે  છે  મરજીવા
નદીએ  તો   કિનારે   ગુપ્ત   રાખ્યું  છે

હવે   આઠે  પ્રહર   ચર્ચાય   છે   વિગતે
અમે  જે     છાશવારે ગુપ્ત   રાખ્યું  છે

રહ્યું   ના માત્ર   તારા   એકથી   છાનું
જે સઘળું  શત-હજારે  ગુપ્ત રાખ્યું  છે

1 comment:

  1. આપની સાથે તા.૧૦/૩/૨૦૧૨ ના રોજ ' સંવાદ ' અમરેલી મુલાકાત થઈ,આપને ખુબ માણ્યા ,ઘણી મજા આવી હતી તેમજ શીખવાનું પણ ઘણું મળ્યું.આભાર... પ્રકાશ મકવાણા,અમરેલી

    ReplyDelete