પાછોતર એક પળમાં પેઠા સઘળું
બાજુ પર મૂકીને !
કરવાને કાંઈ જોખા-લેખા સઘળું
બાજુ પર મૂકીને !
ઘર – ખેતર ફૂંકીને
બેઠા સઘળું
બાજુ પર મૂકીને !
જાણે બીજાં નરસી મે’તા સઘળું
બાજુ પર મૂકીને !
અંદરથી જે ઊગે એની આંગળીએ આગળ નીકળશું
સ્વયમ્ ગુરુ ‘ને સવ્યમ્ ચેલા સઘળું બાજુ પર
મૂકીને !
ક્યાં થાશે વિસ્ફોટ, તૂટશે કોની પાંખો? એ અચરજ લઈ
કતારબંધ બેઠાં પારેવાં સઘળું
બાજુ પર મૂકીને !
રહ્યું ના એકે વ્રુક્ષ તો
લ્યો હું મારી બન્ને બાંહ પસારું
પંખી ! બાંધો રેનબસેરા
સઘળું
બાજુ પર મૂકીને !
પથ્થર તળમાં પાણી રમતાં, પાણીમાં પથ્થર તગતગતા
કૌન રમત ? એ કૈસા ખેલા ? સઘળું બાજુ પર મૂકીને !
No comments:
Post a Comment