ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી ઝણ
રવ પહેરીને ફરતી હરક્ષણ
કસબી થઈને જાડું કાં વણ ?
ધરીએ પરથમ ધાગાની ધ્રણ
નવતર કેવું જીવતર દીધું ?
દિવસ - રાત સરખું સમરાંગણ
આવો કાં તું બહેરો, મીંઢો !
ના હોંકારો , ના અકળામણ !
કોઈ બતાવે એવું ઘર જ્યાં
હોય નહી માટીના વાસણ
તાર – સ્વરો છોડીને સાધો !
મંદ્ર, મધ્યમાં થઈએ રણઝણ
એક જ નામ-સ્મરણને કારણ
પડ્યાં જીભમાં લીલાં આંટણ
(પ્રથમ પંક્તિસંદર્ભ : સંત કવિ દાસી જીવણ)
हमेशा की तरह बहुत सुंदर
ReplyDelete