બલમજી ! અધમધ રાત રસાળે
ધૂંઆધાર ઘેરાતી ડમ્મર પાંપણ ઉપર સળવળતું એક ગામ,
ગામની છાતી ઉપર કેસરિયાને દરિયો દરિયો રમતો ભાળી જીવ પલળતો ધોમ ઉનાળે
બલમજી ! અધમધ રાત રસાળે
ટીપે ટીપે ટપકાતો સંદેહ ઉછેરી
જંપી રહેલા જળમાં મારી મેખ
નખ્ખ આંગળી શોધે એવાં તરડાતા
દૃશ્યોની વચ્ચે લંબાતી એક રેખ
અંદરથી ઉતરડી જાતી એકલતાની છાપ ધરીને પચરંગી બીડું થઈ ફરતા
વગડાનો ઉઘડતો અપરંપાર ઝીલતી છાતી રૂ-ના અઢળક લોઢ ઉછાળે
બલમજી ! અધમધ રાત રસાળે
કુલેરના કળશી ભૂક્કામાં ભળી જવાનું સુખ
સાયબા ! રહેતું જોજન દૂર
હલે ડાળખી ફળીયે એના પડછાયામાં
તરતા વેરણ સાન-ભાન ચકચૂર
લવકારે - લવકારે ધબકે સ્પર્શ બહાવરા, શત શત ખટકે શૂળ, શૂળ તો
પરભવના સથવારા જેવી અંગત મારી અકબંધતાને રાઈ રાઈ-માં વહેચી દે સરવાળે
બલમજી ! અધમધ રાત રસાળે
બલમજી ! અધમધ રાત રસાળે....
ReplyDelete_____________________
મારા રાજીપાની લગામ ખેંચું,
મારી મુગ્ધતાને ટપારું...તો જ હું ઝાલ્યો રહીશ...ભીતરમાં મોજના લોઢ ઊછળે છે..ભાઈ સંજુ વાળાનું આ ગીત મને અડી ગયું..એનો ઉઘાડ-ઉપાડ જ કસુંબલ કેફમાં ઘૂંટેલી રવરવતી વેદનામાં ઝબોળેલો છે..એમાય..
-ધૂંઆધાર ઘેરાતી ડમ્મર પાંપણ.....
-કુલેરના કળશી ભૂક્કામાં ભળી જવાનું સુખ.....
-રાઈ રાઈ-માં વહેચી દે સરવાળે......
-અંદરથી ઉતરડી જાતી એકલતાની છાપ ધરીને પચરંગી બીડું થઈ ફરતા વગડાનો ઉઘડતો અપરંપાર ઝીલતી છાતી......
જેવી પંક્તિઓ તો શગે બળતો દીવો જેમ વિજોગણ ને દઝાડે-એવી લાય લગાડે છે. .ખમ્મા,ભાઈ સંજુ વાળા..!