પ્રથમ પાણીથી પાર થઈ જવા આદેશ દો !
પછીથી ક્યાય પણ જજૂમવા આદેશ દો !
તમસ પહોચી ગયું આંખની પરસાળ લગ
ઘડીભર ત્યાં જ અટકી જવા આદેશ દો !
ધુમાડો થઈ ગયા વિશે કહું તત્કાળ શું ?
પલક-પળવાર તો વિચારવા આદેશ દો !
પળેપળ બીસતન્તુ જેમ મન કરમાય, ‘ને –
વધારામાં તમે ય નિતનવા આદેશ દો !
ઉનાળો વ્યાપ્ત છે પરાળથી પથ્થર સુધી
તરસ હે કાળઝાળ ! તૂટવા આદેશ દો !
નર્યો ઉન્માદ થઈ જવાય તે પહેલાં, હૃદય !
કસક એકાદ તો ઉછેરવા આદેશ દો !
No comments:
Post a Comment