છુટ્ટું
મૂકીને મન
સકારણ આપજે
ઓછા અધૂરામાં
ઉમેરણ આપજે
ભાષા સરળ ભાવે
વિલક્ષણ આપજે
ગુર્જર-ગઝલ
રચવા રસાયણ આપજે
તું
આપવા ધારે તો ક્યાં કોઈ ખોટ છે ?
આદિમ અનર્થોનું
નિવારણ આપજે
તેં નામ
આપ્યું તો હવે આગળ ઉપર
એ નામથી નમણું વિશેષણ આપજે
સોહામણું
હો સ્વપ્ન, લાંબી રાત હો
એવા પ્રસંગોપાત લેખણ આપજે
કાફી-ના
લયમાં ઓગળી હો
ઠૂમરી
એવી સુરીલી સાંજની
ક્ષણ આપજે
છે કાન
બત્રીસલક્ષણા કાપાલિકો !
હે સાંઈ
! સમજીને
શિખામણ આપજે
No comments:
Post a Comment