આજ ઓઢું : પહેરું કલ
આ તે કેવી ગડમથલ !
જાત જાણી
જલકમલ
થઈ સમસ્યા સઘળી હલ
નભ નીચોવાતું સકલ
તે પરોઢે
પડતું વલ !
માંડી યાદી સુખદુઃખની
તું હંમેશાં રહી અવલ
શું હશે ભીનાશમાં ?
આંખ કાયમ રહે સજલ !
તળમાં તાળી પાડી તો-
થળમાં થઈ પાથલ ઊથલ
તું
હસે ; ગ્રંથો રચાય
હું હસું ; કહેતા નકલ !
નેતિ નેતિ ક્યા હે સબ ?
ઊગી તેવી લણ ફસલ
જાણો, તો આરાધ છે –
લો, ગુણીજન ગાવ ગઝલ !
No comments:
Post a Comment