Saturday, 20 October 2012

વોલપીસનું આત્મનિવેદન



ઘરની ભીંતે લટક્યા કરતી નદી ઓચરે એવું
કોઈ ઉછીનું આપો વહેવું !

ઊગે કાંકરી પાડવા જેવો વ્હેમ તરંગો ફ્રેમ બની પથરાયા

તકલાદી પાણીમાં ક્યાંથી પડે કોઇના  ભૂરાછમ પડછાયા ?
આલ્લે, આપ્યું ચીતરેલું ખળખળવું એ પણ કેવું ?
ઘરની ભીંતે  લટક્યા  કરતી  નદી ઓચરે એવું
કોઈ ઉછીનું આપો વહેવું !


પૂર ઘૂઘવતું કાળમીંઢનું નસનસ ઊમટે હાંકોટા પથરાળ
ધરબાયેલી  કૈક  ઝંખના બહેંકી  કાંઠે  ઠાલવતી ઓવાળ
ખમ્મા ! એ ખીલ્લીને જ્યાંથી મળ્યું જીવતા રહેવું
ઘરની ભીંતે  લટક્યા  કરતી  નદી  ઓચરે  એવું
કોઈ ઉછીનું આપો વહેવું !

No comments:

Post a Comment