કારણ વગરના સુખની નિત નિત નરી ખુશાલી
મેં આ તરફથી ઝીલી ‘ને આ તરફ ઉછાળી
અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી
લંબાવી હાથ જાતે , જાતે જ દીધી તાળી
બે પંક્તિઓની વચ્ચેના સ્થાયી ભાવ જેવું
ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી
હું છેક એની સામે પહોંચ્યો હતો, પરંતુ –
ભગવાને સ્હેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી
ના કોઈ કંઇ જ જીતે, હારે ન કોઈ કંઈપણ
ભરપૂર જીવવાનું થઈને નર્યા જુગારી
જયારે ‘ને જેવું ઈચ્છો એ હાજરાહજૂર હો –
મનમાં જ એવી સુંદર એક્ મૂર્તિ કોતરાવી
છું એજ હું; સફરજન પણ એનું એ હજુ છે
તું પણ હજુ ય એવું નિરખે છે ધારી ધારી
મેં આ તરફથી ઝીલી ‘ને આ તરફ ઉછાળી
અંદરના ઊભરાની અંગત કરી ઉજાણી
લંબાવી હાથ જાતે , જાતે જ દીધી તાળી
બે પંક્તિઓની વચ્ચેના સ્થાયી ભાવ જેવું
ધબકે છે ઝીણું ઝીણું કોઈ કસક અજાણી
હું છેક એની સામે પહોંચ્યો હતો, પરંતુ –
ભગવાને સ્હેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી
ના કોઈ કંઇ જ જીતે, હારે ન કોઈ કંઈપણ
ભરપૂર જીવવાનું થઈને નર્યા જુગારી
જયારે ‘ને જેવું ઈચ્છો એ હાજરાહજૂર હો –
મનમાં જ એવી સુંદર એક્ મૂર્તિ કોતરાવી
છું એજ હું; સફરજન પણ એનું એ હજુ છે
તું પણ હજુ ય એવું નિરખે છે ધારી ધારી
No comments:
Post a Comment