મુને લાગી ગઈ રે ત્રિકુટીમાં તાળી
એણે રામસાગરની લગની લગાડી
મળી એક ક્ષણમાં જ દૃષ્ટિ નિરાળી
અને સાવ જુદી જ સૃષ્ટિ નિહાળી
ગરક થઈ જવાની ઘડી જયારે આવી
તરત ટોળામાંથી લીધા તે ઉગારી
જતા દૂર ભાળી, સહજ રાડ પાડી
તો સાબિત થઈ એ મરણચીસ કાળી
મહામૂલી ધખના 'ને વસ્તુ અદૈહી
રહી શોધ બાકી, રહ્યા યત્ન જારી
અહો ! ઊતરી ક્યાંથી વિવિધ રંગ-રમણા
કદી જોઈ ના આવી ઝળહળ રુંવાટી
ભર્યો એક્ મૃત્યુએ સબડકો ચસોચસ
અને રસ-છલકતું થયું પાત્ર ખાલી
(પ્રથમ પંક્તિ-સંદર્ભ સંત કવિ લખીરામ)
No comments:
Post a Comment