તું જાગતા જ રાખે રકઝક કરી કરીને
હમણાં
સમાપ્ત થાશે સત્ર
ક્રાઉ ક્રાઉનું પણ
આ ચકલીઓ
પજવશે ચક ચક કરી કરીને
શું
અન્ય કોઈ રીતે એ સંભવી શકે ના ?
સાબિત
થવાનું જીવિત ધક ધક કરી કરીને ?
ફાટેલ આ મિજાજી
કંઈપણ નહીં સ્વીકારે
વીણી
વીણીને લેશે એ હક કરી કરીને
હું બૂમ
પાડી ઊઠું એ પહેલાં પ્લીઝ, સાંભળ
થાક્યો
છું ‘નામ-સમરણ’ અણથક કરી કરીને
સમૃધ્ધ સૌ ઠઠારા તારા
તને મુબારક !
ભીતર અમે ય રાખ્યાં ભરચક કરી કરીને
મારી પ્રતીતિઓનાં સઘળાં પ્રમાણ કવિતા
અન્યત્ર
ક્યાં તું શોધે છે શક
કરી કરીને ?
ક્યાં જ્ઞાનગોષ્ઠિ વચ્ચે આવી ચડ્યા હે સંજુ !
ગઝલો ય
કહેવી પડશે મુકતક કરી કરીને
No comments:
Post a Comment