ગીત
રોજ ઝઘડવું, છુટ્ટા પડવું, રડવું, પાછું મળવું
આતે કેવું દળણું, જેને રોજ ઉઠીને દળવું ?
કહેવું ‘ને સાંભળવું યાને
બેઉ સમાન્તર પાટા
બન્ને વચ્ચે ઊગે,ઓગળે
સૂસવાટા સન્નાટા
એય ખરું કે, દિવસે રાતે વધતું બળવું, ઝળવું
આતે કેવું દળણું, જેને રોજ ઉઠીને દળવું ?
મેં કહ્યું : આ આવું, ત્યારે
તું કહે : ના તેવું
તાણીતૂસી તાલ મેળવ્યે
સોરવું ‘ને સહેવું
વળી વાતમાં વળાંક આવે લઇ ગાતરનું ગળવું
આતે કેવું દળણું, જેને રોજ ઉઠીને દળવું ?
સરસ ગીત.
ReplyDeleteબ્લોગ શરૂ કર્યો એ ગમ્યું.