બરફમાં મૂરઝાર્ઈને સતત એક જણ ધુમાડો થાય
‘ને એ રીતે ધુમાડાના બધા કારણ ધુમાડો થાય
સમયશાઈ હરણની ડોકમાં લટકી જવા કરતા
કહે તો ફૂંક મારું ‘ને બધી સમજણ ધુમાડો થાય
હજારો જંગલો હાવળ કરી ઉઠ્યાં હથેળીમાં
કહો હે હસ્તવિદ! કઈ રીતથી ભારણ ધુમાડો થાય ?
પછી સુરખાબનાં પગલાં હવામાં ઓગળી ચાલ્યા
રતુંબલ ઝાંય થઈને શહેરનું સગપણ ધુમાડો થાય
૦
ફરકતી આંખ હો સંદર્ભ એના આવવાન-તો
કાં આ પ્રત્યેક મારા શ્વાસ જેવી ક્ષણ ધુમાડો થાય ?
ફરકતી આંખ હો સંદર્ભ એના આવવાન-તો
ReplyDeleteકાં આ પ્રત્યેક મારા શ્વાસ જેવી ક્ષણ ધુમાડો થાય ?
ahaaa....
sneha.