રંગે-રૂપે તો છે શકુંતલાની સખી
કિન્તુ સ્વભાવે લીંમડાની ડાળખી
થોડી હકીકત છે, ‘ને થોડી કલ્પના
બન્ને રીતે વિતકકથા મેં આળખી
પાણી હો પાણી ને હો માટી, માટી તો
વરસાદમાં પલળીને શાથી ધખધખી ?
ઝબકાર તું જો હોય તો ઝબકાર થા
આજે તને લઈશું પલકમાં પારખી
સપનામાં આવી કલ્પવેલીની કળી
તે બાદ મેં મારી ગઝલને ઓળખી
ઈશ્વર તું હોય તો તારી ભાષા બોલ, લખ !
મેં ગુર્જરી બોલી અને ગુર્જરી લખી
No comments:
Post a Comment