Tuesday, 28 February 2012

પવનમાં ઓગળવાના

સખીરી ! આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ ,
સખીરી ! અધકાચેરી  સમજણ  ઝંખે
 ભીનપ વરણો  મોડ 

ટપક ટપક ટપ.. ટપકે   ઝીણી  પેંજણથી  થર્રાટી
અબર્ખીયા  કાગળની  થર..થર  થરકે  રે  રુવાંટી
સખીરી ! ચોક વચોવચ કોણ પ્રવેશી
કરતું  દોડમદોડ ?
સખીરી ! આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ ,

તૂટે, નીંદર સાથે આંખો કરતી  ખાંખાંખોળા
બાથ ભરું ‘ને છટકે, કાળા અંધારાના ઓળા
સખીરી ! પડી રહું નઘરોળ નીરખતી
શમણાં સોળ કરોડ !!
સખીરી ! આજ પવનમાં ઓગળવાના
જાગ્યા અનહદ કોડ ,

No comments:

Post a Comment