કૈં જ બાકી નથી બધું સરભર
તું
કહે તે હજુ
કરું સરભર
કર શરૂ આજથી નવું સરભર
એકથી
એક આગવું સરભર
મન છે જળ જેવું તો જળ હશે શું ?
કોણ
દેખાડશે ખરું સરભર ?
આપ એકાદ અમથું આશ્વાસન
ઓઢું,પહેરું ને ઝળહળું સરભર
ઓઢું,પહેરું ને ઝળહળું સરભર
તું પવનથી દાઝે છે
ત્યારે
હું ય વરસાદમાં બળું; સરભર ?
તારી ઊંચાઈને
અડી લઈને
લે, કરી દીધું માંગણું સરભર
લે, કરી દીધું માંગણું સરભર
હું થયો તું, હવે તું થા હું તો-
થાય
બંનેની આબરુ સરભર
No comments:
Post a Comment