Saturday, 29 March 2014

અંતઃરસમાં ઊતરી….



તાર   સાથે   આંગળીઓ   સંતલસમાં   ઊતરી
લ્યો ! ગઝલ  છેડી  નવેનવ  અંતઃરસમાં  ઊતરી

સતઘડીએ   લાગણી   મૂલવતાં  રસમાં   ઊતરી
ઝીણી ઝીણી  કાળજી  લીધી  તો  કસમાં  ઊતરી

દુઃખતા  રઘવાટ  તો  સૌ   ભીતરે  ધરબી  દીધા
તો  શરીરી   સૌ   સમસ્યા   ઊધરસમાં   ઊતરી

આઠ-દસ  પીડા, વ્યથાઓએ  નગર   માથે  લીધું
આપદા  બાકી  હતી  તે   છેલ્લી  બસમાં  ઊતરી

સાંજની   કોઈ  વિલંબિત  રાગિણીની  લય-છટા
સમ  ઉપર  આવી  અને સીધી   નસમાં ઊતરી

સામસામે    બેઉંને   જો   હેડકી   ઉપડી   છતાં
જોખમી  આંટસ જરા પણ ના  જણસમાં ઊતરી

આખું ઘર છે સ્તબ્ધને વ્યાકૂળ શેરી, ચોક પણ
તું  નથીની   વાત   વકરી,  તો  તમસમાં   ઊતરી

સાંભળ્યા ગુલઝારને, ગઝલો વાંચી શ્યામની
છેવટે   સાચી    હકીકત   સોમરસમાં    ઊતરી

જો  ગઝલના  ગામમાં  દુષ્કાળ  લીલા   ત્રાટ્ક્યાં
ગીત-આનાવારી    પણ   માઠા  વરસમાં   ઊતરી

No comments:

Post a Comment