ત્રુટક-છુટક સંબંધોને સળંગ દોરે બાંધ્યા રે ...
સગપણના દીવા શગે ચડ્યા
ખર્યાં પાંદડાં વીણી વીણી પાછાં ડાળે સાંધ્યા રે ...
સગપણના દીવા શગે ચડ્યા
સગપણના દીવા શગે ચડ્યા
ખર્યાં પાંદડાં વીણી વીણી પાછાં ડાળે સાંધ્યા રે ...
સગપણના દીવા શગે ચડ્યા
એકલ દોકલ છોડ હો, ઉછેરું પય પાય
ધોળીધફ હું વાદળી, વન સિંચ્યાં નવ જાય
અંગ ઢળ્યાં ‘ને ચામ હાડને વળગ્યાં એવું ઝૂર્યા રે ...
સગપણના દીવા શગે ચડ્યા
ઘર-આંગણ ‘ને ચોક વળોટી સહુ દિશ શુકન પૂર્યા રે ...
સગપણના દીવા શગે ચડ્યા
ચીવટથી સૂલઝાવીએ, હીરગૂંચ જો હોય
વળ હરવા વનવેલના, કળ જડતી ના કોય
વહી આજ-માંથી ઉખેડ્યા કણીદાર કૈં કિસ્સા રે ....
સગપણના દીવા શગે ચડ્યા
કાલ સુધી પંપાળી કરશું નખશિખ નમણા, લીસ્સા રે ....
સગપણના દીવા શગે ચડ્યા
મારા શબ્દકોશ માં હવે કોઈ પણ એવી શક્તિ નથી રહી કે હું
ReplyDeleteઆપ ની રચના નાં આજ સુધી કર્યા છે એથી વધુ વખાણ કરી શકું.
મારી બધીજ રચના ઓ ને ભેળી કરું તો પણ આપની કૃતિ ની એક કડી
સમાન પણ ન નીવડે .
મને તો આપની આ કવિતા અત્યાર સુધી વાંચેલી આપની કૃતિઓ માં
સહુ થી વધુ ઉત્કૃષ્ટ લાગી.
હું ભાગ્યશાળી છું કે પથદર્શક તરીકે મેં આપની વરણી કરી છે.
મારી પાસે સમય બહુ થોડો છે પણ એનો હું ભરપુર લાભ ઉઠાવીશ.