એક તાંતણે પૂણ્ય પરોવ્યાં,
બીજે અગણિત ગુના,
ભડભડ સળગ્યાં એક તિખારે,
બન્ને ઢગlલાં રૂ-ના
જે નિહાળે એજ ખેલતા ચોર સિપાહી રમત
જેને જેનો નિષેધ બાંધે, તેને તેની મમત
એમ પરસ્પર ઓતપ્રોત થઈ
ઘા સંકોરે જુના
લયના સૌ લાગા ચુકવતાં વાણીનાં વાણોતર
જાચકની ઝોળીને કઈ ના, આગોતર પાછોતર
રાચંતા નાચંતા રગરગ
ભરતા ભાવ અધૂના
થૈ-માંથી થડકાર ગ્રહી લે, રે આલાપી રજસ
ભ્રમણવ્રત લઇ ભમતાં રમતાં ભોગવતાં સૌ રસ
રંગ-ગોચરી રળવાં ચાલ્યાં
વેશ ધરી સાધુના
No comments:
Post a Comment