ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે ,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે
પંખીયુગલને વડલાની ડાળ સાંપડી છે
ને ક્રોંચવધની ઘટના જીવમાં ઝમી રહી છે
પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક
તાકી રહી છે કોને ? આ કોની આંગળી છે ?
નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું
ભીંતરને ભેદતી આ મારી જ પાંસળી છે
કાજળ બની ને આવો કે જળ બની પધારો ,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
ઇચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે
માણસનું નામ બીજું રંગીન માછલી છે
કાજળ બની ને આવો કે જળ બની પધારો ,
ReplyDeleteપાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?
પ્રેમને આટલી નજાકત તમારા શબ્દો સિવાય બીજે ક્યાં મળશે કવિ?
પંખીયુગલને વડલાની ડાળ સાંપડી છે
ને ક્રોંચવધની ઘટના જીવમાં ઝમી રહી છે
પ્રેમને આટલી વેદના તમારા શબ્દો સિવાય બીજે ક્યાં મળશે કવિ?
ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે ,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે
પ્રેમને આટલા સરવા કાન તમારા શબ્દો સિવાય બીજે ક્યાં મળશે કવિ?
ખીલી ઉઠી છે લાગણીઓ,
ReplyDeleteકરો પૂરી આ માંગણીઓ,
ગઝલને કરશું થમ્બસ-અપ,
તમને તાળી આપશે આંગળીઓ...
નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું
ReplyDeleteભીંતરને ભેદતી આ મારી જ પાંસળી છે
aam to aakhi rachna saras che pan aa sauthi vadhare gamyu....
-sneha patel - akshitarak
gr88888
ReplyDelete