ગોઠડી સંતલસ વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ આપે
હા-હજૂરી કરે અરજ આપે
તું ફકીરોને કાં ફરજ આપે ?
ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી જુદી તરજ આપે
હાથ લંબાઈ ‘ને થતા લાંબા
તે પછી કણ સમું કરજ આપે
પગ છે તો પગરખાં જરૂરી છે
કોણ આવી સરળ સમજ આપે
એ અજર પહાડ થઈ રહે ઊભા
જેને સંજીવની ઉરજ આપે
રાતભર રમ્ય રાગ રેલાવે
ફાટતા પ્હો, પ્રગટ પરજ આપે
એક લંડનથી લખે છે અને એક સૌરાષ્ટ્રથી લખે છે પોત પોતાની આગવી શૈલિથી.ભાષાના આ મલ્ટિકલર મજા આવે છે.
ReplyDelete