Sunday, 6 November 2011

આજીજી ?



અરજ  વિનવણી  આજીજી ?
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

તમે કહો  તે ઓઢું – પહેરું, તમે  કહો  તે  સાચું
મધ - કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું
તમ કાજે લ્યો ! વસંત વેડું તાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

ઝાકળનાં  પાથરણે પાડું, સુગંધની  ખાજલીયું
વ્હાલપથી નિતરતી રસબસ બંધાવું છાજલીયું
હરખે હરખે હારું રે ભવબાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

No comments:

Post a Comment