આંખોમાં છે કપાસી શ્વાસોમાં ઝામરો
અમને ફળ્યા છે એવાં કોઈને ના ફળો
આ પહાડ્વત દ્વિધાનો વિકલ્પ અન્ય શું ?
થોડો હું ઉતરું ‘ને થોડાં તમે ચડો
લાવો અવાજને બન્ને કાન ઝાલીને
એણે જ શાંત મન ઉપર હુમલો કર્યો
પથરાળ દૃષ્ટિ તાકી ઊભા છે સૌ અહીં
હું કેમ નીકળું લઈને માટીનો ઘડો ?
કોઈ તો ક્યાંયપણથી આવી અને મળો
ગબડી પડ્યો ફરી ઊંડા પાણીમાં દડો
No comments:
Post a Comment