Tuesday, 15 November 2011

તનાવપૂર્ણ શહેર


અવાજને   પૂરી  દીધો  છે ચોગઠામાં
થશે  બિંધાસ્ત  આવ-જા હવે સભામાં

આ લકવાગ્રસ્ત હાથનો ય હેતુ એ છે ?
કે,  કોઈ  ગેરહાજરી ન  હો  ઝભામાં ?

બધી ક્રિયાથી આંખ અળગી તો કરી પણ
હજુ  ચહલપહલ  ખૂંચે  છે પોપચાંમાં

ઉદાહરણ   તરીકે  મેં   અનંગ  ગાયો
તો એમણે તરત પહેરી લીધો ગળામાં

તનાવપૂર્ણ   શહેર   આખું    ઉંચકીને
મળો છો કેમ  હરવખત  મને જ સામા ?

સમુદ્ર  નામ  હોય   છે  અનેક  પળનું
કરે  છે  ડહોળવાના  યત્ન સૌ  નકામા

No comments:

Post a Comment