Thursday, 10 November 2011

ડહાપણ દાખો !


રહીએ,  જેમ તમે  જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !

વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું  દેવ
પૂછી  બીડું  પલક, ખીંટીએ  ટાંગુ  સઘળી   ટેવ 
ત્યાં જ  ઉડીએ , જ્યાં  ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ,  જેમ તમે  જી ! રાખો !

મેં  ક્યાં  માંગ્યું ? સોને-રૂપે  માંઝી  દો  મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા  ખોળે  જરાંક, અમી  નઝર તો  નાખો !
 રહીએ,  જેમ તમે  જી ! રાખો !

No comments:

Post a Comment