સૌ વ્યવહારો ચોખ્ખાચટ
તો ય હાથ કાં મેલામટ ?
કાળ કઠણ ‘ને પળ પોચટ
વાહ વખા ! તારી ચોખટ
નામ નથી હોતું લંપટ
અંદરની સઘળી ખટપટ
વચગાળાની લઇ ચોવટ
ડહોળી વરસોની ઘરવટ
ઘેન વધારે થાતું ઘટ
નીરખીને નાગણ શી લટ
તું કે’ તો અજમાવું પણ
વટ માથે શું પડશે વટ ?
ઓળખ અળપી બેઠો છે
મનમાં ઊછળતો મરકટ
આ સૌ નિરાંતજીવી પણ
નાચી નાચી થાક્યા નટ
જોઈ તને હું દોટ મૂકું
તું ય ઉપાડે પગ ઝટઝટ
તક શોધીને તાક્યું છે
નક્કી નીકળશે સોંપટ
સરસ્વતીનું વ્હેણ નથી તું
હું પણ ક્યાં છું ગંગાતટ ?
કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
ભભૂત,કંથા,જપ-તપ,ધ્યાન...
કહી ગઝલ, છોડી ઝંઝટ
સરસ રચના.
ReplyDeleteભભૂત,કંથા,જપ-તપ,ધ્યાન...
કહી ગઝલ, છોડી ઝંઝટ