આ તે કેવી લાગી રઢ ?
અણુ–અણુએ બાંધ્યા મઢ
સાબૂત સૌ સંવેદન-ગઢ
તો ય પ્રતીતિ ના થઈ દ્રઢ !
વિના કોઈ કારણ સુદ્રઢ
વકરી જળ-વાયુમાં વઢ
કાંઠેથી લંબાવી હાથ
સાંધ્યો તે મધદરિયે સઢ
તું મારે, તું ઉગારે –
તારી આ લટકાળી લઢ
જીવતર ઉર્ફે રણસંગ્રામ
તું પણ એમાં આવી ચઢ
છેલ્લું ડગલું તારે હાથ
સાવધ થઈને आगे बढ़ .
No comments:
Post a Comment