કોની લગનીથી રગ રગ
ધખધખતી અણજાણી અગ
ભીંત સોંસરું ભાળે દ્રગ
અતલાંતને અડતા પગ
‘ખ‘ વીંધે તે સાચાં ખગ
સંમત હો કે ના હો જગ
નહિ ચિઠ્ઠી, નહિ સંદેશો
ના મોભારે બોલે કગ
નિજ-ઘરનાં ભીડ્યાં દ્વારે
જઈએ લઈને કોની વગ ?
તારી સૃષ્ટી વચ્ચે, તું –
પોતે કાં લગભગ લગભગ ?
જમિયલશા પડકારો દ્યો,
ગિરનારે ચીંધ્યો મારગ.
No comments:
Post a Comment