Thursday, 2 August 2012

આભરણ લાગે

તારી વયને નહિ ગ્રહણ લાગે
આગ છે તું  તને મરણ લાગે ?

સ્મિત તો ભીતરી સ્રવણ લાગે
હોઠ પર રમતું આભરણ લાગે

જળનું તળથી ધ્રુવીકરણ લાગે
આભ વરસે ‘ને આક્રમણ લાગે

વસ્તુ હરએક ‘ગોલ્ડફીશ’ જેવી
મારી વૃત્તિ ય  ખારવણ લાગે  

કેમ આપું હિસાબ  મનગમતા ?
જ્યાં સ્વગતમાં જવું કઠણ લાગે

  કહે,  કારવે;  બધું  લીલા
હું સહજ  ચાલુ, ગોઠવણ લાગે

લાખ સચ્ચાઈ, જૂઠ  ટીપું એક્
ક્ષીર-સાગરમાં  મેળવણ લાગે

No comments:

Post a Comment