વંશ જો વારસાઈ જાણી જો !
આપણી શું સગાઈ જાણી જો !
એક એની ઇકાઈ જાણી જો
થઈ ફરે છે ફટાઈ જાણી જો !
તપ,તીરથ ‘ને અઠાઈ જાણી જો
પ્રીત પોતે પીરાઈ જાણી જો !
શાહીટીપે સરસ્વતી રાજે-
કેવી છે આ કમાઈ જાણી જો !
કેમ બારાખડીમાં અટવાયા ?
દીધી કોણે દુહાઈ જાણી જો !
તારી શ્રદ્ધામાં આવી બેઠું તે
સ્થાન છે કે સરાઇ જાણી જો !
No comments:
Post a Comment