ગોઠડી
સંતલસ વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ
આપે
હા-હજૂરી કરે અરજ આપે
તું
ફકીરોને કાં ફરજ આપે ?
ગણગણી લે, એ જે
સહજ આપે
રોજ ક્યાંથી જુદી
તરજ આપે
હાથ લંબાઈ
‘ને થતા લાંબા
તે પછી કણ
સમું કરજ આપે
પગ છે તો
પગરખાં જરૂરી છે
કોણ આવી
સરળ સમજ આપે
એ અજર પહાડ થઈ
રહે ઊભા
જેને
સંજીવની ઉરજ આપે
રાતભર રમ્ય રાગ
રેલાવે
ફાટતા પ્હો, પ્રગટ પરજ આપે
No comments:
Post a Comment