Tuesday, 11 October 2011

બતાવી દે !

સૂન અથવા શિખર બતાવી દે 
તું  મને મારું   ઘર બતાવી દે 

ઓળખું, જો અખર બતાવી દે 
દે તલપવું,  ટશર બતાવી દે 

સૌની અંગત ખબર બતાવી દે 
લાગણી શું? શું ડર? બતાવી દે 

આજ મારા ય હાથ ના પહોચ્યા 
ક્યાં રહી ગઈ કસર બતાવી દે 

તેં  મને  પૂછેલા  સૌ  પ્રશ્નોના 
તું જ સઘળા ઉતર બતાવી દે 

ગૂંચ અર્પણ તને આ તન-મનની
હલ બતા દે; હુનર બતાવી દે 

અંશ છે તું ય એની અચરજનો 
કોણ એ જાદુગર ? બતાવી દે

1 comment:

  1. વાહ સંજુ સરસ ગઝલ બની,,
    અંશ છે તું ય એની અચરજનો
    કોણ એ જાદુગર ? બતાવી વાહ..દે

    ReplyDelete