Thursday, 20 October 2011

વણજ આપે


ગોઠડી  સંતલસ  વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ આપે

હા-હજૂરી   કરે  અરજ  આપે
તું  ફકીરોને  કાં  ફરજ આપે ?

ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી  જુદી  તરજ આપે

હાથ  લંબાઈ ‘ને  થતા  લાંબા
તે પછી  કણ  સમું  કરજ આપે

પગ છે  તો  પગરખાં  જરૂરી છે
કોણ  આવી સરળ  સમજ આપે

એ અજર પહાડ  થઈ રહે ઊભા
જેને   સંજીવની   ઉરજ  આપે

રાતભર   રમ્ય   રાગ  રેલાવે
ફાટતા પ્હો,  પ્રગટ પરજ આપે

1 comment:

  1. એક લંડનથી લખે છે અને એક સૌરાષ્ટ્રથી લખે છે પોત પોતાની આગવી શૈલિથી.ભાષાના આ મલ્ટિકલર મજા આવે છે.

    ReplyDelete