Friday, 9 December 2011

મિલમજૂરોનું સહગાન

હો...... રે હેતાળ હાથ ઓળઘોળ વાણામાં
તાણામાં સાટકા-સબાકા... ઓ ...હો... રે 
કાંજીમાં રેબઝેબ નિતરવું ગૂંથીને 
બંધાવ્યા મલમલના તાકા..ઓ... હો....રે,
હો....રે, ખટ્ટાક ખટ્ટ......,ખટ્ટક.... ખટ્ટાક.... ખટ્ટ......,ખટ્ટક... ખટ્ટાક.... ખટ્ટ......હો..રે

જીવતર ઝરડાતું રે સાંચાના તાલમાં
વાંચીએ તો વાંચતા વામણા......જર્રાક.... જટ્ટ
ઉકેલો જેમ, એમ ગૂંચવાતું જાય જાણે
કાચાં સૂતરના હો તાંતણા...... તડાક..... તટ્ટ
રેશમિયા ધુમ્મસમાં કેમ કરી ઢંકાશે ?
ઉઘાડે છોગના ઇલાકા... ઓ ...હો... રે
હો.....રે.... હો તાણામાં સાટકા-સબાકા... ઓ ...હો... રે
હો....રે, ખટ્ટાક ખટ્ટ......,ખટ્ટક.... ખટ્ટાક.... ખટ્ટ......,ખટ્ટક... ખટ્ટાક.... ખટ્ટ......હો..રે

ટપકી પડે રે ઝાંખ સોસરવું દેખવું
‘ને તાર સાથે સંધાતી સૂરતા......સટ્ટાક.... સટ્ટ
વ્હીસલમાં કેદ રહે ઝાંખું પરોઢિયું ‘ને,
ભણકારે આંચકા વછૂટતા...... ફટ્ટાક..... ફટ્ટ
રજમાં રજોટાઈ રહેવું વેંઢારીને ,
જીવમાં પડ્યા છે હવે આંકા ... ઓ ...હો... રે
હો.....રે.... હો તાણામાં સાટકા-સબાકા... ઓ ...હો... રે
હો....રે, ખટ્ટાક ખટ્ટ......,ખટ્ટક.... ખટ્ટાક.... ખટ્ટ......,ખટ્ટક... ખટ્ટાક.... ખટ્ટ......હો..રે 

[નોંધ :-આ સહગાન છે . એટલે મજૂરો અને મિલનો અવાજ ઓતપ્રોત જોવો. પ્રતિબધ્ધ કવિતાની વાતો વાળાએ પણ વાંચવું. આં જીવતરનો લય છે , તૂટે ....સંધાય . પણ ખટકે/બટકે નહિ . કવિતા વિશે વાત કવિએ ના કરાય તેની ખબર હોવા છતાં આ ગુસ્તાખી . કારણસર .-સં. ]

2 comments:

  1. વાહ, સંજુભાઈ. ભાષાકર્મ, થીમ, લય બધું જ નવીન અને અત્યંત હૃદ્ય.

    ReplyDelete
  2. khub saras geet chhe sir abhinandan!!!!

    ReplyDelete