Saturday, 17 December 2011

એક ઝાલું ત્યાં

એક ઝાલું ત્યાં તેર વછૂટે
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે

રાસબરીના નીતર્યા છાંયે બેસતા
 લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકુ ખૂલશે પછી....જાંબલી  ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે 
એક ઝાલું ત્યાં તેર વછૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગ-રાગિણી થઈને લીલી નદીઓ  વહે
રાગ લપેટુ,  રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ  વહે
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ‘ને દેખવું ફૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે

1 comment:

  1. કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ‘ને દેખવું ફૂટે
    એક ઝાલું ત્યાં તેર વછૂટે..
    waah kyaa baat he sir...

    ReplyDelete