કોઈને સુખ કોઈને ન્યોછાવરી
જીવાડશે
અમને કવિતા નામની સંજીવની
જીવાડશે
અણસમજ ભમરાની
યજમાની કરી જીવાડશે
જાત ઓઢાડી કમળદળ-પાંખડી
જીવાડશે
શું વધારે
જોઈએ ? એક્ કાળજી જીવાડશે
લખ અછોવાનાં બરાબર
લાગણી જીવાડશે
હાથમાં
હિંમત નથી ‘ને પગ તો પાણીપાણી છે
તો હવે શ્રદ્ધાની
ટેકણલાકડી જીવાડશે
સાચાં-ખોટાંના
બધાયે ભેદ તો સાપેક્ષ
છે
શિર
સલામત નહીં રહે તો પાઘડી જીવાડશે
શું લખું ? ક્યા શબ્દની આરાધના કેવી કરું ?
ક્યા
ખબર છે ! કઈ રીતે બારાખડી જીવાડશે
ચાલ, થોડી લીલી-સૂકી
સાચવીને રાખીએ
કૈ નહી તો એ
સ્મરણ, એ દાબડી જીવાડશે
કોઈને સુખ કોઈને ન્યોછાવરી જીવાડશે
ReplyDeleteઅમને કવિતા નામની સંજીવની જીવાડશે
..સંજુભાઈ ,ખૂબ સુંદર ..આપની કવિતામાં કાવ્યત્વ અને અર્થનું અપેક્ષિત ઊંડાણ સુપેરે પ્રગટ થાય છે ..અભિનંદન .