Saturday, 29 March 2014

સાધુ છે સાહેબ..



તમસને  તેજ  તો  સિક્કાની  બેઉં  બાજુ  છે  સાહેબ,
સમજ હો એવી જન આશિખાનખ સાધુ છે સાહેબ.

ખરેખર  વ્યક્ત  થાવું  એજ  તો  અજવાળું  છે  સાહેબ
મઝા  પડવી  ના  પડવી  તો  રૂપાળા  જાદુ  છે  સાહેબ

દિશાઓ ચારે ખુલ્લી  હો અને નભ  કોરુંકટ્ટ  તો પણ
હ્રદયરસના   છલકવાની  ઋતુ :  ચોમાસું   છે   સાહેબ

જુદા  સંજોગવશ ના  આપણે   આવી  શક્યા  નજદીક
વસો  છો આપ  જ્યાં મારું પણ  ઠેકાણું  છે સાહેબ

સવા  ગજ  ઊંચું  ચાલે  છે તો  એમાં  શું  અચંબો  છે ?
કવિના    શબ્દનાં   પરમાણવાળું    ગાડું   છે   સાહેબ.

1 comment:

  1. કવિના શબ્દનાં પરમાણવાળું ગાડું છે સાહેબ....વાહ

    ReplyDelete