Saturday, 13 August 2011

અવળી ચાલ (ગીત)  

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટઅમીટે એ જગ જોવાં, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડાં.

1 comment:

  1. સંજુ ભાઈ,
    એલીસ ઇન વન્ડરલેન્ડ જેવી મારી મનોદશા છે .
    હું કેટકેટલી વસ્તુ નાં વખાણ કરું?
    અદભુત ! આં સિવાય મારી પાસે શબ્દજ નથી.
    મારું સદભાગ્ય છે કે મારા જીવતા મને છેલ્લે છેલ્લે સુંદર
    કવિતાઓ અને ગઝલો વાંચવા મળે છે .
    બહુજ આનંદ અને રસાસ્વાદ કરવાનો બાકી છે ભાઈ.
    બસ આમજ આનંદ આપતા રહો.
    અલીફ...

    ReplyDelete