ચીસ ઊભી થઈ—ગઝલ
પાંચ ખૂણા, ને બે પછીત ઊભી થઈ,
ધારણા ઘર વિશેની નવી જ ઊભી થઈ.
પાંખમાંથી પ્રગટતી અનંત પીડાઓ,
આંખમાં ઝીલી તો જુદી ચીજ ઊભી થઈ.
સ્વપ્નમાં આવીને શ્વેત અશ્વ હણહણશે,
સાંજ થઈ, ‘ને વળી એ જ બીક ઊભી થઈ.
માગ્યું એકાંત તો આંખ કાન લઈ લીધા,
ચાલવું માંગ્યું તો ઊંડી ખીણ ઊભી થઈ.
મીટ માંડું ને વસ્તી બની જતો વગડો,
શાપવત દ્ર્ષ્ટિની કાળી ચીસ ઊભી થઈ.
મીટ માંડું ને વસ્તી બની જતો વગડો,
ReplyDeleteશાપવત દ્ર્ષ્ટિની કાળી ચીસ ઊભી થઈ
માગ્યું એકાંત તો આંખ કાન લઈ લીધા,
ReplyDeleteચાલવું માંગ્યું તો ઊંડી ખીણ ઊભી થઈ. KYA BAT HE!!
સંજુ ભાઈ ,
ReplyDelete"પાંચ ખૂણા, ને બે પછીત ઊભી થઈ,
ધારણા ઘર વિશેની નવી જ ઊભી થઈ."
Time and space નું આ એક એટલું સરસ આલેખન છે કે હું કહી નથી શકતો . બહુજ સુંદર યાદગાર પંક્તિઓ છે .
સમય પ્રહર અને ક્ષણ નાં બે કાંટા ઉપર ચાલે છે અને space નું આલેખન પાંચ ખૂણા કરી ને કર્યું....અહા...અદભૂત છે.!!
નિરાતે બીજી રચનાઓ નું રસ પાન કરીશ સાહેબ.
અલીફ....
ચોટ જેવી ઉર્મિશીલ વિભાવનાથી દૂર રહી તેમાં ઊંડાણ અને પરિમાણ ઊમેરતી તમારી ભાષા ગઝલ સ્વરૂપને તેની લાક્ષણીકતા સાથે ગ્રાહ્ય બનાવે છે.
ReplyDelete