નથી પામવાની રહી રઢ યથાવત
અપેક્ષા થતી જાય છે દ્રઢ યથાવત
હશે અંત ઊંચાઈનો ક્યાંક ચોક્કસ
કળણ સાથ રાખી ઉપર ચઢ યથાવત
પવનની ઉદાસી જ દરિયો બની ગઈ ,
પડ્યો છે સમેટાઈ ને સઢ યથાવત
જરા આવ-જા આથમી તો થયું શું ?
જુઓ ઝળહળે તેજ-નો ગઢ યથાવત
નવો અર્થ મળશે સતતતાના છેડે ,
શબદ સંયમી છે હજુ પઢ યથાવત.
સરસ ગઝલ સંજુ...
ReplyDelete