ઓગળે દૃશ્યો બધા ધુમ્મસ બની
શ્વાસ મધ્યેની તિરાડો, વિસ્તરો હજી
ક્યા હશે તું ? ત્યાં ? અહીં ?
ચોતરફ ઘૂમી - ઘૂમી - ઘૂમી – નઝર પાછી વળી
આ અચાનક શિલ્પના ઉચ્ચાર—
--થી દ્રવી ભાષા નવી
કે તરસનો લશ્કરી પડાવ
જળવિહોણી ફક્ત એક જ વાતથી ઉઠ્યો છળી
સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
કોણ જાણે આપ—લે શેની કરી !
શું ખબર ઘટના હશે ; અફવા હશે .....
સૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી .
શું ખબર ઘટના હશે ; અફવા હશે .....
ReplyDeleteસૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી .
વાહ..
મારી ગુસ્તાખી ક્ષમા કરશો.. આપની કક્ષાએ પહોંચતા તો વાર લાગશે.
અત્તરને પુરી બાટલીમાં લેતા રહે છે સહુ એની મજા
એ અત્તર કાજ થઈ છે કેટલાંય ફૂલોને ફાંસીની સજા.
Vaah sanju,dip se dip jale -- vaah Natvarbhai.
ReplyDeleteકે તરસનો લશ્કરી પડાવ
ReplyDeleteજળવિહોણી ફક્ત એક જ વાતથી ઉઠ્યો છળી
સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
કોણ જાણે આપ—લે શેની કરી !
...................wah! wah! shabdo ni sugandh...!
સંજુ પાસે વિચારનો વિસ્તાર વિશાળ છે કહી શકાય કે કલ્પનાની બહાર લખનારો કવિ, ગઝલ હોય કે ગીતો નવી ઊર્મિ ,નવી ભાષા અને નવું ''કૈક'' સંજુનું આ નવું ''કૈક'' માં સમજો કે બધું જ. તેની વાંચન સામગ્રી જ વિશાળ, આપણે ન ધાર્યો હોઈ એવો વિષય લઈને એ રજૂ થાય અને આપણને તેમાં ઢસડી જાય .પછી આપણી સમજ પણ ચકરાવે ચડાવી દે, જેમ કે ચકરાવામાં અભિમન્યુ જેવી સ્થિતિ આપણી થઈ જાય કૈક ગુઢ ભસવા માંડે અને આ સમજ કેળવવા માટે જાણે કે ભાવકપક્ષે એક આહવાહન ઉભું થાય અને પેલી ''કૈક''જાણવાની ઈચ્છા બળવત્તર બનતી જાય .મારી જેમ ઘણાને માટે આ ગઝલમાં થયું હશે .વાહ સાહેબ દમ છે અવાજમાં વાહ .
ReplyDeletewahhhhhhhh khub saras.
ReplyDelete