ફરી નવેસરથી વિચારો
રચો સ્વયંવર ફરી.....
કાગળની કોરાશ ઉપર
લ્યો,, ફરી અવતરી પરી !
પાંખો પર આરૂઢ થયેલા વાદ, વિભાવન, છંદ
તે સૌની બીજી બાજુએ સ્મિત ફરકતું મંદ
શાસ્ત્ર સંહિતા મૂકી દોડ્યા
મમ્મટ ભર્તૃહરિ !
કાગળની કોરાશ ઉપર લ્યો,
ફરી અવતરી પરી !
પરી નામના અચરજ સામે હક્બક સૌ વિવેચક
મુખગત્ માણસ, કાય પશુપક્ષી, કૌતુક સુંદર બેશક
જળચર, થળચર કહો અગોચર
નખશિખ નમણી નરી !
કાગળની કોરાશ ઉપર લ્યો,,
ફરી અવતરી પરી !
No comments:
Post a Comment