સુખ તમાકુ ચાવ્યાંનું કાઈ રગરગ વહેતું
રે....
તાર તાર રણઝણતું
ત્રમ ત્રમ,
આંખ ખૂલી ગઈ ત્રીજી
જોયું
‘ને અણજોયું ચારેકોર થપાટો
વીંઝી
અંગુઠાનું
જોમ છેક પરભવમાં
પેઠું રે ...
સુખ તમાકુ ચાવ્યાંનું કાઈ રગરગ વહેતું
રે....
ખરી
જતું ખરબચડું ખારું
ભાન
છલાંગો મારી
રડ્યાખડ્યા રાજીપે આવી ભરચક પોઠ ઉતારી
એમ થતું કે, લાવ રે
પાછું મીંઢળ પહેરું રે ....
સુખ તમાકુ ચાવ્યાંનું કાઈ રગરગ વહેતું
રે....
ગાંઠ વળે લોહીમાં, વહેવું
નખ
ફોડી ઢોળાતું
ઘેન ઘમકતી
ઘૂઘરીઓનું ચડતું રાતું રાતું
વીંટી
વળતી લહેરો ઉપર આજ
વધેરું રે...
સુખ તમાકુ ચાવ્યાંનું કાઈ રગરગ વહેતું
રે....
No comments:
Post a Comment